Video: તિરુપરનકુંડ્રમમાં દીપ પ્રાગટ્યની તૈયારીઓ

તમિલનાડુના મદુરાઈમાં તિરુપરનકુંડ્રમ પહાડ પર કાર્તિકૈ દીપમ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. પહાડની ટોચ પર આવેલા દીપથૂન પથ્થરના સ્તંભ પર પરંપરાગત વિધિ મુજબ દીપ પ્રગટાવવામાં આવશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાકર્મીઓની હાજરી વચ્ચે દીપ પ્રાગટ્યની વિધિ યોજાવાની છે. ધાર્મિક કાર્યક્રમને લઈને વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
જાહેરાત












