Video: તળાજાના પરતાપરા ગામે 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, ઇજાગ્રસ્ત બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પરતાપરા ગામના 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આશિષભાઈ અશોકભાઈ ભાલીયા નામના બાળકને હુમલામાં ઇજા પહોંચતાં તાત્કાલિક તળાજાની સદવિસાર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બાળકના પરિવાર પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. પ્રાથમિક માહિતી મુજબ દીપડો હાલ ભગુડા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગ પાસે દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી તકેદારીનાં પગલાં ભરવાની માંગ કરી છે.
જાહેરાત








