Video: દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, ગ્રેપ-1 લાગુ

દિલ્હી-એનસીઆરમાં હવાનું પ્રદૂષણ વધતાં વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગે ગ્રેપ-1ના નિયંત્રણો લાગુ કર્યા છે. 20 ઓક્ટોબરે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક 179 હતો, જે 21 ઓક્ટોબરે બપોરે બે વાગ્યે વધીને 244 પર પહોંચ્યો હતો. આ સાથે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાંથી ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ પ્રદૂષણનું સ્તર ખરાબ શ્રેણીમાં રહેવાની શક્યતા છે. ગ્રેપ-1 હેઠળ હોટલ અને રેસ્ટોરાંમાં તંદૂરમાં કોલસા તથા લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે, જ્યારે ડીઝલ જનરેટરનો ઉપયોગ માત્ર કટોકટી અથવા અત્યંત જરૂરી સંજોગોમાં જ કરી શકાશે.






