મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

21 રાજ્યોમાં 102 બેઠકો પર પ્રચાર પડઘમ થયા શાંત, આવતીકાલે 1625 ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે EVMમાં કેદ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર બુધવારે સાંજે 5 વાગ્યે સમાપ્

21 રાજ્યોમાં 102 બેઠકો પર પ્રચાર પડઘમ થયા શાંત, આવતીકાલે 1625 ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે EVMમાં કેદ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર બુધવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો. હવે ઉમેદવારો આગામી 36 કલાક સુધી ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ તબક્કામાં શુક્રવારે 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર આઠ કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,625 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે. દરમિયાન, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે એટલે કે 18મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં યુપીની 13 અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર પણ મતદાન થશે.

શુક્રવારે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુના તમામ 39, રાજસ્થાનના 12, ઉત્તર પ્રદેશના 8, ઉત્તરાખંડના તમામ પાંચ, અરુણાચલ પ્રદેશના બે, બિહારના ચાર, છત્તીસગઢના એક, આસામના ચાર, મધ્યપ્રદેશના 6, મહારાષ્ટ્રના પાંચ, મણિપુરમાં મેઘાલયમાં બે-બે બેઠકો, મિઝોરમ, ત્રિપુરામાં એક-એક અને પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર મતદાન થશે. કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં પણ એક-એક સીટ પર મતદાન થશે.

આ નેતાઓનુ ભાવિ થશે EVMમાં કેદ

  • કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  • કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ચોથી વખત અરુણાચલ પશ્ચિમથી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  • ડિબ્રુગઢથી શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલ, મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, ઉધમપુરથી જીતેન્દ્ર સિંહ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ અને નીલગિરીથી એલ મુરુગન મેદાનમાં છે.
  • ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત હરિદ્વારથી અને ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ દેવ પશ્ચિમ ત્રિપુરાથી ચૂંટણી લડી રહ્યા છે.
  • તમિલનાડુ રાજ્ય ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી મેદાનમાં છે.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ શિવગંગાઈથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
  • ચૂંટણી પહેલા રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સુંદરરાજન ચેન્નાઈ દક્ષિણથી ભાજપના ઉમેદવાર છે.

પૂર્વોત્તર: બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે

અરુણાચલ પ્રદેશ (50 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં પણ શુક્રવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરિણામ 2 જૂને આવશે.

આ સમાચાર શેર કરો