મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ, શરદ પવારે એકનાથ શિંદે સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ વાતચીત

NCP ચીફ શરદ પવાર શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના તેમના સત્તાવાર ન

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ, શરદ પવારે એકનાથ શિંદે સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ વાતચીત

NCP ચીફ શરદ પવાર શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે મળ્યા હતા. બંને વચ્ચે મરાઠા આરક્ષણ અને અન્ય મુદ્દાઓને  લઈને ચર્ચા થઈ હોવાની સંભાવના છે. છેલ્લા બે સપ્તાહમાં મુખ્યમંત્રી શિંદે અને શરદ પવાર વચ્ચેની આ બીજી મુલાકાત છે.  બંને વચ્ચે થયેલી વાતચીતની માહિતી સામે આવી નથી. 

જુલાઈમાં શરદ પવાર અને શિંદે મળ્યા હતા

જણાવી દઈએ કે અગાઉ 22 જુલાઈએ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને શરદ પવાર અને સીએમ શિંદે વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સીએમ શિંદેએ શરદ પવારને મરાઠા આરક્ષણ બાબતે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવ્યા તેની માહિતી આપી હતી. સાથે કહ્યું હતું કે, અનામતના મુદ્દે ચર્ચા કરવા માટે તમામ પક્ષોને બોલાવવામાં આવશે.

આ પહેલા MNS ચીફ રાજ ઠાકરે પણ સીએમ શિંદેને મળ્યા હતા. સીએમ શિંદે અને રાજ ઠાકરે વચ્ચેની બેઠકમાં મુંબઈમાં બીડીડી ચાલનો પુનઃવિકાસ, પોલીસ કોલોનીનો પુનઃવિકાસ, મકાનોની ઉપલબ્ધતા જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મીટિંગ દરમિયાન મનસેના ઘણા મોટા નેતાઓ પણ સીએમ આવાસમાં હાજર હતા.

 મરાઠા આરક્ષણ આંદોલનકારીઓ શિવસેના-યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ બેઠકમાં ઉદ્ધવે તેમને પીએમ મોદીને મળવાની સલાહ આપી હતી કારણ કે પીએમ મોદી પોતે કહે છે કે હું પછાત વર્ગમાંથી આવું છું. તેઓ બાળપણમાં ગરીબ હતા, તેઓ ગરીબીનો સંઘર્ષ જાણે છે, તેથી અનામતના મામલે મોદી જે પણ નિર્ણય આપે તે આપણે સ્વીકારીએ છીએ. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મહાયુતિ સરકાર માટે મરાઠા આરક્ષણનો મુદ્દો મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે.

આ સમાચાર શેર કરો