Video: ગઢચિરોલીના તવ્વે જંગલમાં નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન પોલીસે વિસ્ફોટકો કર્યા જપ્ત

ગઢચિરોલી પોલીસે નક્સલવાદીઓના મોટો મનસૂબાને નાકામ કરતા તવ્વેના ઘનઘોર જંગલ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સાહિત્ય શોધી કાઢ્યું છે. નક્સલીઓ દ્વારા ભવિષ્યમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાના ઈરાદાથી જંગલમાં સુરક્ષિત જગ્યાએ આ વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે ગઢચિરોલી પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરીને ડાયનામાઈટ, વાયર અને અન્ય નક્સલી સાહિત્ય કબજે કર્યું છે. આ સફળ ઓપરેશન બાદ સમગ્ર જંગલ વિસ્તારમાં નક્સલવિરોધી સર્ચ ઓપરેશન વધુ ઝડપી અને સઘન બનાવી દેવામાં આવ્યું છે. પોલીસની આ સમયસરની કાર્યવાહીથી વિસ્તારમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જાહેરાત





