Video: ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી કાચ તોડનાર બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા

ભાવનગરની સર.ટી. હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ગઈકાલે સાંજે છઠ્ઠા માળે આઈસીયુમાં દાખલ સવિતાબેન ઉપાધ્યાયને મળવા આવેલા સણોસરાના નમનભાઈ ઉપાધ્યાય અને તેમના અન્ય એક સગાને નિયમ મુજબ એક જ વ્યક્તિને અંદર જવાનું કહેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ નીતિનભાઈ ચૌહાણને અપશબ્દો કહી ગળું પકડી મુખ્ય દરવાજાના કાચ સાથે માથું ભટકાવ્યું હતું, જેમાં ગાર્ડને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને આશરે 9,000 રૂપિયાના સરકારી કાચને નુકસાન થયું હતું . હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાને લઈને થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી. સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધી બંને ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
જાહેરાત
















