મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં પ્રવેશતા સોનમ વાંગચુક સહિત 130ની પોલીસે કરી ધરપકડ, સમર્થકો ઉતર્યા ઉપવાસ પર

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 700 કિમી લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્ર

દિલ્હીમાં પ્રવેશતા સોનમ વાંગચુક સહિત 130ની પોલીસે કરી ધરપકડ, સમર્થકો ઉતર્યા ઉપવાસ પર

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 700 કિમી લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્રવેશવા જઇ જ રહ્યા હતા કે તુરંત જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વાંગચુકની સાથે અન્ય 130  લોકોની પણ પોલીસે ધરપકડ કરીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવી દીધા હતા. આ તમામ લોકો લદ્દાખથી દિલ્હી પહોંચ્યા હતા.

આ ધરપકડને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે સોનમ વાંગચુકજી પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્વક માર્ચ કરી રહ્યા હતા તેમની અને અનેક લદ્દાખવાસીઓની ધરપકડ સ્વીકાર્ય નથી. લદ્દાખના ભવિષ્ય માટે અવાજ ઉઠાવનારા વડીલોની દિલ્હીની સરહદે કેમ ધરપકડ કરવામાં આવી? મોદીજી ખેડૂતોની જેમ આ ચંક્રવ્યૂહ પણ ટુટશે અને તમારો અહંકાર પણ ટુટશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે. 

સોનમ વાંગચુક 130 લોકોની સાથે દિલ્હી તરફ કુચ કરી રહ્યા હતા, આ દરમિયાન દિલ્હીની સિંઘુ બોર્ડર પરથી જ તેમની અને અન્ય તમામ લદ્દાખવાસી માર્ચકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ લોકો 700  કિમી પગપાળા ચાલીને દિલ્હી પહોંચ્યા હતા. ધરપકડ કરાયેલા તમામ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લઇ જવામાં આવ્યા છે. વાંગચુકે ધરપકડ પહેલા એક ટ્વીટ કરતા કહ્યું હતું કે મારી અને મારા 130  સાથીઓની અટકાયત કરાઇ રહી છે, પોલીસે અમારી સામે કાર્યવાહી માટે 1000  જેટલા જવાનોને ખડકી દીધા છે. અમારી સાથે વૃદ્ધો અને મહિલાઓ પણ છે જેમની ઉંમર 80 વર્ષની આસપાસ છે.  અમે શાંતિપૂર્વક બાપુની સમાધી સુધી જવા માગતા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આવુ થયું, હે રામ. સોનમ વાંગચુક અગાઉ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા સહિતની વિવિધ માગણીઓ સાથે અનેક દિવસના ઉપવાસ કરી ચુક્યા છે. 

આ સમાચાર શેર કરો