મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મન કી બાત' કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ, PM મોદીએ કરોડો શ્રોતાનો માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યું હતું.

'મન કી બાત' કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ, PM મોદીએ કરોડો શ્રોતાનો માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ મન કી બાત કાર્યક્રમનો 114મો એપિસોડ છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ ચોથો કાર્યક્રમ છે.

'મન કી બાત'ના 10 વર્ષ પૂર્ણ થતા PM મોદીએ માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 114માં એપિસોડમાં કહ્યું- અમારી યાત્રાને 10 વર્ષ થઇ ગયા છે. આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે શરૂ થયો હતો. 10 વર્ષ પૂર્ણ થવાનો સમય નવરાત્રિનો પ્રથમ દિવસ હશે. મન કી બાતના કેટલાક પડાવ છે જેને હું ભૂલી નથી શકતો.

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા દરમિયાન કેટલાક એવા સાથી છે જેમનો નિરંતર સહયોગ મળતો રહ્યો છે. એક ધારણા એવી ઘર કરી ગઇ છે કે જ્યાર સુધી નકારાત્મક વાતો ના થાય ત્યાર સુધી તેને મહત્ત્વ નથી મળતું. મન કી બાતે આ વાતને ખોટી સાબિત કરી છે.

'મન કી બાત' કાર્યક્રમના 10 વર્ષ

 આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014માં થઇ હતી. આ કાર્યક્રમને 22 ભારતીય ભાષા અને 29 બોલી સિવાય 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઇ, તિબ્બતી, બર્મી, બલૂચી, અરબી, પશ્તૂ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધુ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો