મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોવિડ સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટોગ્રાફ હટ્યો, જાણો શા માટે આરોગ્ય મંત્રાલયે આપવી પડી સ્પષ્ટતા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે CoWIN સર્ટિફિકેટ્સમાં નોંધનીય ફેરફાર કર્યો છે. CoWIN સર્ટિફિકેટમાંથી વડ

કોવિડ સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટોગ્રાફ હટ્યો,  જાણો શા માટે આરોગ્ય મંત્રાલયે આપવી પડી સ્પષ્ટતા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે  CoWIN સર્ટિફિકેટ્સમાં નોંધનીય ફેરફાર કર્યો છે. CoWIN સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો દૂર કરવામાં આવ્યો છે. અગાઉ આ સર્ટિફિકેટમાં ગંભીર કોરોના વાયરસ સામે ભારતનો સામૂહિક ઉકેલના સંદેશ સાથે મોદીનો ફોટો દર્શાવવામાં આવતો હતો. જેમાં સંદેશ હતો કે, ‘ભારતે એકસાથે મળી કોવિડ-19ને હરાવ્યો.’

કોવિશિલ્ડની આડઅસર થવાની વાત એસ્ટ્રેજેનેકા દ્વારા સ્વીકારવામાં આવી

જો કે, કોવિશિલ્ડની આડઅસર થવાની વાત એસ્ટ્રેજેનેકા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. યુકેની કોર્ટમાં એસ્ટ્રેઝેનેકાએ સ્વીકાર્યું હતું કે, કોવિશિલ્ડથી ઘણા લોકોમાં થ્રોમ્બોસિસ વીથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નો ભોગ બની રહ્યા છે. આ બિમારીથી લોહીની ગાંઠો થાય છે.

ભારતમાં કોવિશિલ્ડના લગભગ 250 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એસ્ટ્રેજેનેકાના આ નિવેદન બાદ પીએમનો ફોટો સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવ્યો છે. તેવું ઘણા યુઝરે જણાવ્યું  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે ટ્વિટ કર્યું છે કે, કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ દૂર થઈ ગયો છે. 

એક યુઝર સંદીપ મનુધાનેએ ટ્વિટ કર્યું કે, “કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પર મોદીજી હવે દેખાતા નથી. તમે ડાઉનલોડ કરો અને જુઓ, તેમનો ફોટો ગાયબ છે." અન્ય એક યુઝર ઈરફાન અલીએ રિટ્વિટ કર્યું છે કે, હા, મેં ચેક કર્યું છે કોવિડ સર્ટિફિકેટમાંથી PM મોદીનો ફોટો ગુમ થઈ ગયો છે, હવે તેમના ફોટોના બદલે માત્ર QR કોડ જ આવી રહ્યો છે.

2022માં પણ આ પગલું લીધુ હતું

આરોગ્ય અને જન કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, લોકસભા ચૂંટણીઓના કારણે મોડલ કોડ ઓફ કંડક્ટ (MCC)ના ભાગરૂપે વેક્સિન સર્ટિફિકેટમાંથી તેમનો ફોટો દૂર કર્યો છે. નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી કે, જેમાં કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીનો ફોટો દૂર કરવામાં આવ્યો હોય, અગાઉ પણ તેમનો ફોટો દૂર કરી ચૂક્યા છીએ.

 અગાઉ ચૂંટણીના પગલે વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીનો ફોટો દૂર કરવામાં આવ્યો 

2022માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર, અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પગલે વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો. આ પગલું  વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા લેવું ફરજિયાત હતું.

કેરળ હાઈકોર્ટમાં વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીની તસ્વીર અંગે પીઆઈએલ ફાઈલ થઈ હતી. જેમાં જજ પીવી કુંહીક્રિશ્નનને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં જાહેર કરવામાં આવતાં કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પર તેના ચૂંટાયેલા નેતાઓના ફોટો નથી. તેઓ કદાચ તેમના વડાપ્રધાન પર ગર્વ અનુભવી રહ્યા નથી. પણ આપણને તો આપણા વડાપ્રધાન પર ગર્વ છે.

ગુજરાતના કોંગ્રેસ નેતાઓ કોવિશિલ્ડ પર વળતર માગ્યું

વિરોધ પક્ષ કોંગ્રેસે WHOની ગાઈડલાઈન્સનું અનુસરણ ન કરવા બદલ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમજ કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા માગ કરી છે.

આ સમાચાર શેર કરો