મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NDAમાં હજુ પણ નથી બની સહમતિ! નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તારીખ બદલાઇ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. હવે સમાચાર છે કે

NDAમાં હજુ પણ નથી બની સહમતિ! નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તારીખ બદલાઇ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. હવે સમાચાર છે કે તેમના શપથ ગ્રહણ સમારંભની તારીખને એક દિવસ આગળ વધારી દેવામાં આવી છે. જોકે, અત્યાર સુધી ભાજપ તરફથી ઓફિશિયલ રીતે કઇ કહેવામાં આવ્યું નથી. પહેલા શક્યતા હતી કે પીએમ મોદી 8 જૂન શનિવારે રાત્રે 8 વાગ્યે શપથ લઇ શકે છે. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં NDAને 292 બેઠક મળી હતી.

9 જૂને શપથ લઇ શકે છે પીએમ મોદી

સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે પીએમ મોદી 8ની જગ્યાએ 9 જૂન, રવિવારે શપથ લઇ શકે છે. ખાસ વાત છે કે ભાજપ 2024ની ચૂંટણીમાં 240 બેઠક જીતવામાં સફળ રહ્યું છે. જોકે, પાર્ટી પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી અને 2019ની લોકસભા ચૂંટણીની તુલનામાં 63 બેઠકનું નુકસાન થયું છે.

પીએમ મોદીએ બુધવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજીનામું સોપી દીધુ હતું. રાષ્ટ્રપતિ તરફથી રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને નવી સરકાર બનવા સુધી કાર્યકારી વડાપ્રધાનના પદે રહેવાની અપીલ કરવામાં આવી હતી.

PM મોદીના શપથ ગ્રહણ સમારંભમાં આ મહેમાનો સામેલ થશે

PM મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારંભમા ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવવાની સંભાવના છે. જોકે, ચીન અને પાકિસ્તાનને આમંત્રણ મોકલવામાં આવે તેવી કોઇ શક્યતા નથી.

2019ની લોકસભા ચૂંટણી પછી ભારતે મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે બિમ્સટેક દેશોના નેતાઓને આમંત્રણ આપ્યુ હતું. બિમ્સટેક એક ગ્રુપ છે જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ સામેલ છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળ માટે શપથ લીધા હતા તો તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત તમામ સાર્ક નેતા સમારંભમાં સામેલ થયા હતા.

નરેન્દ્ર મોદીએ રાનિલ વિક્રમસિંઘેને ફોન કર્યો હતો અન તેમને શપથ ગ્રહણ સમારંભ માટે આમંત્રિત કર્યા હતા. શ્રીલંકન રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર કરી લીધો છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન પણ હાજર રહેશે

પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ ફોન પર વાત કરી છે અને બન્ને નેતાઓએ વિકસિત ભારત 2047 અને સ્માર્ટ બાંગ્લાદેશ 2041ના વિઝનને આગળ વધારવાનો સંકલ્પ દોહરાવ્યો છે. NDAની જીત પર પીએમ મોદીને શુભેચ્છા પાઠવનારા  વિદેશી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ છે. શેખ હસીનાએ શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

2019માં નરેન્દ્ર મોદીની સાથે 24 કેન્દ્રીય મંત્રીઓએ શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા 24 રાજ્ય મંત્રીઓ (MoS) અને 9 MoS (સ્વતંત્ર પ્રભાર)ને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 બેઠક મળી છે. NDAમાં સામેલ TDPને 16 અને નીતિશ કુમારની પાર્ટી JDUને 12 બેઠક મળી છે. ચિરાગ પાસવાનની પાર્ટીને પણ પાંચ બેઠક મળી છે.

આ સમાચાર શેર કરો