મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મોદી ખૂબ જ દૂરનું વિચારે છે, અત્યાર સુધી જે થયું તે ટ્રેલર છે', પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કર્યો હુંકાર

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ બધી પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન પીએમ મોદીએ દાવો કરતા કહ્યું કે, આજે

'મોદી ખૂબ જ દૂરનું વિચારે છે, અત્યાર સુધી જે થયું તે ટ્રેલર છે', પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કર્યો હુંકાર

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ બધી પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન પીએમ મોદીએ દાવો કરતા કહ્યું કે, આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. હું બહુ દૂરનું વિચારું છું. PM મોદીએ જમ્મુ -કાશ્મીરના ઉધમપુરમાં કહ્યું કે, દશકાઓ પછી આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, બંધ, હડતાલ, સરહદ પારથી ગોળીબાર, આવા કોઈ ચૂંટણીના મુદ્દા જ નથી. એ સમયે માતા વૈષ્ણોદેવીની યાત્રા હોય કે અમરનાથ યાત્રા, સુરક્ષિત રીતે કેવી રીતે ચલાવવી તે અંગે ચિંતા હતી. આજે એકદમ સ્થિતિ બદલાઈ ગઈ છે. 

પીએમ મોદીએ કહ્યું કે, આજે જમ્મુ કશ્મીરમાં વિકાસ પણ થઈ રહ્યો છે અને વિશ્વાસ પણ વધી રહ્યો છે. આ કારણે આજે જમ્મુ કાશ્મીરના ખૂણેખૂણામાંથી અવાજ ગુંજી રહ્યો છે કે, ફરી એકવાર મોદી સરકાર.  

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર સાંસદો પસંદ કરવા માટે નથી. પરંતુ આ ચૂંટણી દેશમાં મજબૂત સરકાર બનાવવા માટેની છે. જ્યારે સરકાર મજબૂત હોય ત્યારે જમીની લેવલના પડકારોનો સામનો કરીને કામ કરી શકાય છે.
 
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, અરે યાદ કરો, કોંગ્રેસની નબળી સરકારોએ શાહપુર કાંડી ડેમને દાયકાઓ સુધી લટકાવી રાખ્યો. જમ્મુના ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા હતા, ગામડાઓ અંધકારમય હતા. પરંતુ આપણા હકનું રાવીનું પાણી પાકિસ્તાન જઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ખેડૂતોને ગેરંટી આપી હતી જે પૂરી પણ કરી છે. કઠુઆ અને સાંબાના હજારો ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. આટલું જ નહીં, આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી જમ્મુ-કાશ્મીરના ઘરોને ઝગમગાવશે.

આ સમાચાર શેર કરો