મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી બે દિવસ મોરેશિયસના પ્રવાસે, અનેક સમજૂતીઓ પર થશે કરાર

મોરેશિયસની બે દિવસીય મુલાકાતે જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશ

PM મોદી બે દિવસ મોરેશિયસના પ્રવાસે, અનેક સમજૂતીઓ પર થશે કરાર

મોરેશિયસની બે દિવસીય મુલાકાતે જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય ઉમેરશે. પીએમ મોદી મધરાત બાદ મોરેશિયસ જવા રવાના થયા હતા. તેઓ મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર આ પ્રવાસ પર જઈ રહ્યા છે. તેઓ 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ હશે.

મોરેશિયસ જતા પહેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે હું મારા 'સાગર' વિઝનના ભાગરૂપે, હું અમારી સ્થાયી મિત્રતાને મજબૂત કરવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે તેના તમામ પાસાઓમાં અમારી ભાગીદારીને વધારવા માટે મોરિશિયન નેતૃત્વ સાથે જોડાવાની તકની રાહ જોઈ રહ્યો છું.

બધા માટે સુરક્ષા અને વિકાસ

સાગરનો અર્થ છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન. ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી, ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ અને ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમ (મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ)ની ઉજવણીમાં ભાગ લેશે.

ભૂતકાળ પર આધારિત પ્રવાસ

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધો સહિયારા ગર્વનો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે આ મુલાકાત ભૂતકાળના પાયા પર નિર્માણ કરશે અને ભારત-મોરેશિયસ સંબંધોમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય ઉમેરશે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ છેલ્લા 10 વર્ષમાં લોકોલક્ષી પહેલ દ્વારા સંબંધોમાં મોટી છલાંગ લગાવી છે. ભારત મોરેશિયસના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનું એક છે. સિંગાપોર પછી, મોરેશિયસ 2023-24 માટે ભારતમાં સીધા વિદેશી રોકાણનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતો.

આ સમાચાર શેર કરો