મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્વચ્છ ભારતનું પ્રતીક: PM મોદીએ પોસ્ટ ઓફિસની ટિકિટ લૉન્ચ પર કર્યું આ કામ, વીડિયો થયો વાયરલ

દેશમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા પર શનિવારે પોસ્ટ ઓફિસની ટિ

સ્વચ્છ ભારતનું પ્રતીક: PM મોદીએ પોસ્ટ ઓફિસની ટિકિટ લૉન્ચ પર કર્યું આ કામ, વીડિયો થયો વાયરલ

દેશમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા પર શનિવારે પોસ્ટ ઓફિસની ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વિમોચન સમારંભનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી બુકની રિબિન હટાવ્યા બાદ ફેકવાની જગ્યાએ પોતાના ખિસ્સામાં મુકતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમના આ વ્યવહારને સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતીક ગણવામાં આવી રહ્યું છે. સ્ટેજ પર પીએમ મોદીની સાથે ભારતના મુખ્ય ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ જોવા મળી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત પોસ્ટ ટિકિટ વિમોચન સમારંભમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ કપિલ સિબ્બલ પણ હાજર રહ્યાં હતા.ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના 2 દિવસીય રાષ્ટ્રીય સમ્મેલનના ઉદ્દઘાટન સમારંભમાં આ વિમોચન કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ આગળ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈમરજન્સીના કાળા દિવસોમાં મૌલિક અધિકારો અને રાષ્ટ્રીય હિત સંબંધિત મુદ્દાઓ અંગે રાષ્ટ્રીય એકતા જાળવી રાખી હતી. આઝાદીના અમૃતકાળમાં 140 કરોડ દેશવાસીઓનું એક જ સપનું છે - વિકસિત ભારત, નવું ભારત. નવું ભારત એટલે કે વિચાર અને સંકલ્પથી એક આધુનિક ભારત. આપણી ન્યાયપાલિકા આ વિઝનનો એક મજબૂત સ્તંભ છે. 

આ સમાચાર શેર કરો