મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હું ગુજરાતથી જગન્નાથની ધરતીને પ્રણામ કરવા આવ્યો છું', ઓરિસ્સામાં PM મોદી

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ઓરિસ્સાના પ્રવાસે છે. તે સોમવાર સવારે ઢેંકનાલમાં જનસભાને સં

'હું ગુજરાતથી જગન્નાથની ધરતીને પ્રણામ કરવા આવ્યો છું', ઓરિસ્સામાં PM મોદી

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ઓરિસ્સાના પ્રવાસે છે. તે સોમવાર સવારે ઢેંકનાલમાં જનસભાને સંબોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ BJD સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, BJDની સરકારમાં જગન્નાથ મંદિર પણ સુરક્ષિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના ઢેંકનાલમાં એક જનસભાને સંબોધી હતી.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું ગુજરાતથી જગન્નાથની ધરતીને પ્રણામ કરવા આવ્યો છું.

પીએમ મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું ગુજરાતથી આવ્યો છું, હું સોમનાથની ધરતીથી આવ્યો છું, જગન્નાથની ધરતીને પ્રણામ કરવા આવ્યો છું પરંતુ હું જ્યારે ઓરિસ્સામાં જ્યારે ગરીબી જોવુ છું તો મારા દિલમાં દર્દ થાય છે કે આટલો સમૃદ્ધ પ્રદેશ, આટલી મહાન વારસા ધરાવતું મારૂ ઓરિસ્સાને કોને નષ્ટ અને બરબાદ કરી નાખ્યું...તેનું કારણ છે BJD સરકાર, જે પુરી રીતે ભ્રષ્ટાચારીઓના કબ્જામાં છે...BJDના નાના-નાના નેતા પણ કરોડોના માલિક બની ગયા છે..."

જનસભા પહેલા પીએમ મોદીએ ઓરિસ્સાના પુરીમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો ભગવાન જગન્નાથ મંદિરની સામેથી નીકાળવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી રથયાત્રા પણ નીકળે છે. રોડ શો દરમિયાન પુરી લોકસભા બેઠકના પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રા પણ તેમની સાથે હાજર હતા. અહીં 25મેએ મતદાન થવાનું છે.

આ સમાચાર શેર કરો