VIDEO: પિંપરી-ચિંચવડ: ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ, જનજીવન પ્રભાવિત
પિંપરી-ચિંચવડમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચિંચવડ વિસ્તારમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે પવના નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેનાથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા વરસાદને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને સતર્ક રહેવા અને કોઈ પણ આપત્તિના સમયે તાત્કાલિક રાહત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને અત્યંત જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદને જોતા વહીવટીતંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

