મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UPમાં રસ્તાઓ અને ખેતરોમાંથી ભૂસાની જેમ કાતરેલી ચલણી નોટોના ઢગલા મળ્યા, પોલીસ પણ જોઈને ચોંકી 

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રસ્તાઓ અને ખેતરોમાં કાતરેલી ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો

UPમાં રસ્તાઓ અને ખેતરોમાંથી ભૂસાની જેમ કાતરેલી ચલણી નોટોના ઢગલા મળ્યા, પોલીસ પણ જોઈને ચોંકી 

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રસ્તાઓ અને ખેતરોમાં કાતરેલી ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો છે. નોટોને જોતા એવું લાગે છે કે તેને મશીન દ્વારા કાપીને ફેંકી દેવામાં આવી છે. મામલો કાસિમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌસગંજ શહેરના કછૌના લિંક રોડનો છે. મોટા જથ્થામાં ભારતીય કરન્સી કાતરેલી હાલતમાં મળી આવી છે. ઠેરઠેર કોતરેલી નોટોના ઢગલા જોવા મળ્યા હતા.  જ્યારે સ્થાનિક લોકોને આ અંગેની માહિતી મળી તો સ્થળ પર લોકોના ટોળા એકઠા થવા લાગ્યા. આટલી મોટી રકમની ચલણી નોટોના ટુકડા જોઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

મશીનથી નોટો કાપી હોવાની શંકા 

કાસિમપુર પોલીસ સ્ટેશનના ગૌસગંજ વિસ્તારના કછૌના લિંક રોડ પર શ્યામ સિંહ અને રાજેન્દ્ર સુબેદારના ખેતર પાસે રસ્તાના કિનારે સ્થાનિક લોકોએ ચલણી નોટોની કતરણ જોઈ. નોટની કતરણ એકદમ બારીક કાપવામાં આવી છે. નોટોની કતરણના  ઢગલા જોતા જ લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા. થોડી જ વારમાં આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. કેટલાક ગ્રામજનો તો તેમના ઘરે નોટનું કતરણ લઈ જવા લાગ્યા. નોટોની કતરણ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નોટોને કોઈ મશીન દ્વારા કાપીને તેના ટુકડા કરવામાં આવી છે. જો કે, મળી આવેલી કતરણગેરકાયદેસર નોટોની છે કે માન્ય નોટોની છે તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

પોલીસ તપાસમાં જોડાઈ

સમગ્ર મામલાની માહિતી આપતા એડિશનલ એસપી નૃપેન્દ્ર કુમારે કહ્યું કે આ મામલો કાસિમપુર પોલીસ સ્ટેશનના ગૌસગંજ શહેરનો છે, જ્યાં રાજેન્દ્ર સુબેદાર અને શ્યામ સિંહના ખેતરો છે. આ કતરણ રસ્તાના કિનારે મળી આવી છે, જે ભારતીય ચલણ સાથે મળતી આવે છે. તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ આ કતરણ ક્યાંથી આવી તેની તપાસમાં વ્યસ્ત છે. 

આ સમાચાર શેર કરો