સલમાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ, બિશ્નોઈનો ભાઈ બની કરતો હતો ફોન
‘5 કરોડ રૂપિયા આપો અથવા બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જાઓ અને કાળા હરણનો શિકાર કરવા બદલ માફી માગો...&r

‘5 કરોડ રૂપિયા આપો અથવા બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જાઓ અને કાળા હરણનો શિકાર કરવા બદલ માફી માગો...’ સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપીની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. 10 દિવસમાં સલમાન માટે આ ત્રીજી ધમકી હતી. પોલીસે 35 વર્ષીય વિક્રમની ધરપકડ કરી છે. મેસેજ મોકલીને આ વ્યક્તિએ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે સુપરસ્ટારને ધમકી આપી હતી. એક અહેવાલ મુજબ, મેસેજ મોકલનારની ઓળખ વિક્રમ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અહેવાલ મુજબ, પોલીસ આ કેસમાં વધુ તપાસ માટે વિક્રમને મુંબઈ પરત લાવશે.
આ પણ વાંચોઃ- ‘જિંદા રહના ચાહતા હૈ તો...’ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી આપી સલમાન ખાનને ધમકી, આ વખતે રાખી આવી શરત
ધમકી આપીને કરી હતી 2 માગણીઓ
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો અને મોકલનારે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈના ભાઈ તરીકે આપી હતી. આરોપીએ પોતાના મેસેજમાં બે માગણીઓ કરી હતી. પહેલી બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર માટે માફી માગો અથવા 5 કરોડ રૂપિયા ચૂકવો. બીજી માગણી કરતા એવું કહેવામાં આવ્યું હતું કે, જો સલમાન આમાંથી કોઈ પણ વાત નહીં માને તો તેનો જીવ જોખમમાં આવી શકે છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ વધારવામાં આવી સલમાનની સુરક્ષા
10 દિવસમાં સલમાન ખાનના નામે આ ત્રીજો ધમકીભર્યો મેસેજ હતો, જેના પર પોલીસે જૂની ધમકીઓની જેમ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબરે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે શેરા સહિત 50થી વધુ ગાર્ડ તેમની સુરક્ષા માટે હાજર છે.
ધમકીઓથી ડર્યા વિના પોતાનું કામ કરી રહ્યો છે સલમાન
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ધમકીઓ વચ્ચે પણ સલમાન 'બિગ બોસ 18' અને 'સિકંદર'નું શૂટિંગ કરી રહ્યો છે.








