Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Panic as 5.5 magnitude earthquake strikes

સવારના પહોરમાં જ લદ્દાખમાં ધરા ધ્રૂજી: 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સવારના પહોરમાં જ લદ્દાખમાં ધરા ધ્રૂજી: 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ અફરાતફરી
સોર્સ : gstv

લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 6:05 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ છે. સવારના સમયે જ અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો.

App Store

કેવી રીતે આવે છે ભૂકંપ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૃથ્વીની અંદર મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટો આવેલી છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જે વિસ્તારોમાં વધુ અથડાય છે, તેને 'ફોલ્ટ લાઇન ઝોન' કહેવામાં આવે છે.

વારંવાર અથડાવાના કારણે આ પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે દબાણ (પ્રેશર) વધવા લાગે છે ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. પ્લેટો તૂટવાને કારણે અંદરથી ઊર્જા (એનર્જી) બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ જ હલચલના કારણે ભૂકંપ આવે છે.

તીવ્રતા અને તેની અસર

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે.

7.0 કે તેથી વધુ તીવ્રતા: આ કેટેગરીના ભૂકંપ અત્યંત ખતરનાક અને વિનાશક ગણાય છે.

2.0 કે તેથી ઓછી તીવ્રતા: આને માઇક્રો ભૂકંપ કહેવાય છે, જે મોટાભાગના લોકોને અનુભવાતા પણ નથી.

4.5 કે તેથી વધુ તીવ્રતા: આ તીવ્રતા ધરાવતો ભૂકંપ ઇમારતો અને મકાનોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં પણ અનુભવાયા હતા આંચકા

આ પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં પણ સોમવારે રાત્રે એક કલાકના ગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. બંને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. પ્રથમ આંચકો રાત્રે 10:04 વાગ્યે અને બીજો આંચકો રાત્રે 11:00 વાગ્યે આવ્યો હતો, જેના કારણે ગભરાયેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News