VIDEO: જંતર મંતર પર સવારના દ્રશ્યો
સોર્સ : gstv
દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનના સવારના પ્રારંભિક દ્રશ્યો સામે આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે આ આંદોલન ચાલી રહ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને સમર્થકો ઘટનાસ્થળે એકઠા થવા લાગ્યા છે. આ પ્રદર્શનમાં જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે જેમની તબિયત લથડતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સવારથી જ જંતર મંતર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે

