દુબઈ એરપોર્ટ પર પાકિસ્તાની યુવકે ભારતીય શાયરનું દિલ જીતી લીધું, કહ્યું- ‘ભારતીય છો એટલે મદદ કરી’

દુબઈ એરપોર્ટ પર પાકિસ્તાની યુવકે ભારતીય શાયરનું દિલ જીતી લીધું, કહ્યું- ‘ભારતીય છો એટલે મદદ કરી’
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિદેશની ધરતી પર ભારતીય હોવાનો ગર્વ અનુભવાય તેવી એક ભાવુક ઘટના જાણીતા શાયર મહશર આફરીદીએ શેર કરી છે. દુબઈ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયેલા મહશર આફરીદીને એક અજાણ્યા યુવકે પોતાનો ફોન આપીને મદદ કરી હતી. ખાસ વાત એ છે કે મદદ કરનાર યુવક પોતે પાકિસ્તાની નાગરિક હતો. યુવકની વાત સાંભળીને શાયરનું હૃદય દેશપ્રેમ અને ગૌરવની લાગણીથી ભરાઈ ગયું હતું. મહશર આફરીદી હાથરસમાં આયોજિત એક કવિ સંમેલનમાં આ પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ એક મિત્રના આમંત્રણ પર દુબઈ ગયા હતા. એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમને જાણવા મળ્યું કે તેમના મિત્ર કોઈ કામસર શહેરની બહાર ગયા છે. મિત્રએ મેસેજ કરીને એક ડ્રાઈવરનો નંબર આપ્યો અને તેને ફોન કરીને ઘરે પહોંચવા જણાવ્યું હતું.

જોકે, મહશર આફરીદી પાસે દુબઈનું લોકલ સિમ કાર્ડ કે ફોન નહોતો. એરપોર્ટ પર પીસીઓ (PCO)ની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી. માત્ર એક દિવસ માટે નવું સિમ કાર્ડ ખરીદવું મોંઘું પડતું હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન તેમની નજર એરપોર્ટ પર મહેમાનોને લેવા આવેલા એક યુવક પર પડી. મહશર સાહેબે તેની પાસે જઈને જરૂરી ફોન કરવા માટે મોબાઇલ માગ્યો. યુવકે પહેલાં પૂછ્યું કે તેઓ ક્યાંથી આવ્યા છે. શાયરે જવાબ આપ્યો કે તેઓ દિલ્હી, ભારતથી આવ્યા છે. ભારતનું નામ સાંભળતા જ યુવકે તરત પોતાનો ફોન આપી દીધો અને તેમને કૉલ કરવાની સુવિધા આપી.

જાહેરાત

કૉલ પૂરો થયા બાદ મહશર આફરીદીએ યુવકનો આભાર માન્યો ત્યારે તેણે કહ્યું, ‘સર, તમે ભારતથી હતા એટલે મેં મદદ કરી. જો તમે પાકિસ્તાનથી હોત તો હું ક્યારેય ફોન ન આપત.’ આ સાંભળીને શાયર આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મદદ કરનાર યુવક પોતે પાકિસ્તાનનો રહેવાસી હતો. વિદેશમાં એક પાકિસ્તાની યુવક દ્વારા ભારતીય નાગરિકને આ રીતે મદદ કરવામાં આવી હોવાનો આ પ્રસંગ તેમણે કવિ સંમેલનમાં રજૂ કર્યો હતો.

આ ઘટના યાદ કરતાં તેમણે એક શેર પણ સંભળાવ્યો હતો:

‘જમીન પર ઘર બનાયા હૈ મગર જન્નત મેં રહતે હૈં,
હમારી ખુશનસીબી હૈ કી હમ ભારત મેં રહતે હૈં.’

આ સમાચાર શેર કરો

જાહેરાત