મુકેશ અંબાણી સાથે ડિજનીલેન્ડમાં જોવા મળેલી મહિલા કોણ, જાણો શું છે તેનું પાકિસ્તાન કનેક્શન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છેલ્લા ત્રણ મહિનાથી સતત ચર્ચામાં રહે છે. પુત્ર અનંત અંબાણીન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છેલ્લા ત્રણ મહિનાથી સતત ચર્ચામાં રહે છે. પુત્ર અનંત અંબાણીના શાહી લગ્નની ઉજવણીની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે હાલમાં તેમના પરિવાર સાથેનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં તેમની સાથે દેખાતી મહિલાનું પાકિસ્તાન સાથે કનેક્શન છે, જેના કારણે પાકિસ્તાનમાં આ ફોટોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, મુકેશ અંબાણી સાથે જોવા મળેલી મહિલા એક નેતા છે, જેનું નામ શર્મિલા ફારૂકી છે. તે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા છે. વાયરલ ફોટામાં શર્મિલા સાથે તેના પતિ હસન શેખ અને બાળકો પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીર પેરિસના ડિઝનીલેન્ડની છે. તમને જણાવી દઈએ કે ભારતના સૌથી અમીર વ્યક્તિ હાલમાં ફ્રાન્સની રાજધાનીમાં તેમની પત્ની નીતા અંબાણી અને પુત્રી ઈશા અંબાણી સહિત પરિવાર સાથે છે. આ તસવીર આ સમયગાળાની બતાવવામાં આવી રહી છે.
શર્મિલા ફારૂકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાંની સાથે જ વાયરલ થઈ ગયો. ફોટો સાથે તેણે તેનું કેપ્શન લખ્યું – મુકેશ અંબાણી સાથે. આ તસવીરમાં મુકેશ અંબાણી તેમની પૌત્રી સાથે જોવા મળે છે. ડિઝનીલેન્ડમાં ફરતી વખતે મુકેશ અંબાણી અને પાકિસ્તાની મહિલા નેતાની મુલાકાત થઈ હતી, જે દરમિયાન આ સેલ્ફી લેવામાં આવી હતી. શર્મિલા ફારૂકીએ ઈશા અંબાણી સાથે સેલ્ફી પણ લીધી હતી.
કોણ છે શર્મિલા ફારૂકી?
શર્મિલા ફારૂકી બિલાવલ-ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે સંકળાયેલી નેતા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના એક અગ્રણી રાજકારણી શર્મિલા ફારૂકીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો. તેઓ બે વખત સિંધ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. શર્મિલાનો આખો પરિવાર લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલો છે. તેના પિતા ઉસ્માન ફારૂકી પણ PPP નેતા અને 1981 થી 1996 દરમિયાન પાકિસ્તાન સ્ટીલ મિલ્સના ભૂતપૂર્વ ચેરમેન હતા. તે પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણામંત્રી એનએમ ઉકાલીની પૌત્રી છે. કાકા સલમાન ફારૂકી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ખૂબ નજીકના માનવામાં આવે છે.






