VIDEO: મંગલુરુ સહિત દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર
કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તાર મંગલુરુ સહિત દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લ

કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તાર મંગલુરુ સહિત દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લામાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ અતિભારે વરસાદની ચેતવણી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. સામે આવેલા દ્રશ્યોમાં ધોધમાર વરસાદ વચ્ચે રસ્તાઓ પર વાહનોની ગતિ ધીમી પડેલી જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સ્થાનિક લોકોને નદી કે જળાશયોની નજીક ન જવા તેમજ પૂરતી તકેદારી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.




