મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન

વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર

વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વાપીમાં રાત્રે ૩:૦૦ થી સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૧૦૫ મીમી (૪ ઇંચ) વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિઝનના પ્રથમ વરસાદમાં અન્ય તાલુકાઓની વાત કરીએ તો ઉમરગામમાં ૪૪ મીમી, પારડીમાં ૩૯ મીમી અને વલસાડમાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ધરમપુર અને કપરાડામાં હજુ કોરૂં ધાકોર છે. સંઘ પ્રદેશ દમણમાં ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં આભ ફાટતા ૧૬૮ મીમી (આશરે સાત ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે દાદરા નગર હવેલીમાં ૩૭ મીમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ સમાચાર શેર કરો