Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A modern bus-like shelter in Mangaluru

VIDEO : મંગલુરુમાં બસ જેવું આધુનિક આશ્રયસ્થાન

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કર્ણાટકના મંગલુરુના ગુરુપુરા બંડાશાલે વિસ્તારમાં એક અનોખું અને આધુનિક પેસેન્જર શેલ્ટર બસ સ્ટોપ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બસ સ્ટોપને આબેહૂબ એક મોટી બસ જેવો આકાર આપવામાં આવ્યો છે, જે દૂરથી જોતા કોઈ અસલી વાહન જેવું લાગે છે. મુસાફરોને તડકા અને વરસાદથી બચાવવા માટે રચાયેલું આ સુંદર સ્ટ્રક્ચર શહેરના સ્થાપત્યમાં એક નવું નજરાણું છે. નવીનતાભર્યા આ પ્રયાસના સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના આધુનિક શેલ્ટરને કારણે મુસાફરોને પ્રતીક્ષા દરમિયાન આરામ મળે છે અને જાહેર સ્થળોની સુંદરતામાં પણ વધારો થયો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newskarnatakabus stand