મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કર્ણાટકના મંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભેખડ ધસી પડતા ત્રણ લોકોના કરૂણ મોત

કર્ણાટકના મંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદન

કર્ણાટકના મંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે એક મોટી હોનારત સર્જાઈ છે. ભારે વરસાદને પગલે અચાનક એક વિશાળ ભેખડ ધસીને રહેણાંક મકાન પર પડી હતી, જેમાં દબાઈ જવાથી ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ દર્દનાક દુર્ઘટના બાદ ઘટનાસ્થળે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે દબાયેલા અન્ય ત્રણ લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા છે. હાલ સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો