Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Operation Sindoor will be discussed in the LokSabha for 16 hours

Operation Sindoor પર લોકસભામાં 16 કલાક થશે ચર્ચા, PM મોદી-અમિત શાહને ગૃહમાં હાજર રહેવા વિપક્ષની માંગ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Operation Sindoor પર લોકસભામાં 16 કલાક થશે ચર્ચા, PM મોદી-અમિત શાહને ગૃહમાં હાજર રહેવા વિપક્ષની માંગ
સોર્સ : Google

સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. સંસદના બન્ને સદનમાં કાર્યવાહીની હંગામેદાર શરૂઆત થઇ છે. વિપક્ષે પહેલગામ હુમલાને લઇને સરકારને સવાલ પૂછ્યો હતો. જોકે, સરકારે Operation Sindoor પર જવાબ આપ્યો હતો. હવે Operation Sindoor પર વિસ્તૃત ચર્ચા થશે

App Store

સંસદમાં Operation Sindoor પર થશે ચર્ચા

Operation Sindoor પર લોકસભામાં 16 કલાક ચર્ચા થશે જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે 9 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય થયો હતો. બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં એમ પણ નક્કી થયું કે શુભાંશુ શુકલાના સફળ અવકાશ મિશનને લઇને પણ ચર્ચા કરવામાં આવે. ઇન્કમટેક્સ બિલ પર ચર્ચા માટે લોકસભામાં 12 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Operation Sindoor પર ચર્ચા દરમિયાન PM-ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી હાજર રહે- વિપક્ષ

વિપક્ષી દળોએ બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં એવી પણ ડિમાન્ડ કરી કે Operation Sindoor પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન,ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી સદનમાં હાજર રહે. Operation Sindoor પર આવતા અઠવાડિયે ચર્ચા થશે.