VIDEO: મુંબઈમાં વરસાદની ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ
મુંબઈમાં આજે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જનજી


મુંબઈમાં આજે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. બાંદ્રા પૂર્વ રેલવે સ્ટેશનની બહારની સ્થિતિ જોઈએ તો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. મુસાફરો અને સ્થાનિકોએ વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. સ્ટેશનની આસપાસ લોકોની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાઈ છે, છતાં મુંબઈગરાઓ પોતાની દૈનિક કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.




