VIDEO: મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
મુંબઈમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. દાદ

મુંબઈમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. દાદર, લોઅર પરેલ, અંધેરી અને બોરીવલી જેવા પ્રમુખ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આ અચાનક આવેલા વરસાદથી સવારના સમયે ઓફિસ અને કામે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા ૧૦ થી ૧૫ મિનિટ મોડી ચાલી રહી છે, જેનાથી રેલવે સ્ટેશનો પર ભીડ વધી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આગામી ૨૪ કલાકમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પંપ મુકીને પાણી નિકાલની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે અને નાગરિકોને વગર કામે બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.




