મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Bhagat Singh Jayanti 2024 / 'મારું મૃત્યુ જ મારી દુલ્હન...' લગ્નની વાત પર ભગત સિંહે માતાને આપ્યો હતો આ જવાબ

શહીદ ભગત સિંહ એક એવું નામ છે જે ભારત અને વિદેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમનો જન્મ આજના જ

Bhagat Singh Jayanti 2024 / 'મારું મૃત્યુ જ મારી દુલ્હન...' લગ્નની વાત પર ભગત સિંહે માતાને આપ્યો હતો આ જવાબ

શહીદ ભગત સિંહ એક એવું નામ છે જે ભારત અને વિદેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમનો જન્મ આજના જ દિવસે એટલે કે 28મી સપ્ટેમ્બર, 1907માં લાહોર (હાલ પાકિસ્તાન) માં થયો હતો. તેમની જન્મતિથિ પર સમગ્ર ભારત દેશ તેમને ગર્વથી યાદ કરે છે. ભગત સિંહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન યોદ્ધાઓ અને રાષ્ટ્રીય નાયકોમાંના એક હતા. દરેકને આઝાદી માટે તેમના યોગદાન અને બલિદાન પર ગર્વ છે. આજે અમે તમને શહીદ ભગત સિંહના જીવનની તે કહાની જણાવીશું, જ્યારે તેમણે તેમની માતાને કહ્યું હતું કે માત્ર તેમનું મૃત્યુ જ તેમની દુલ્હન હશે.

શહીદ ભગતસિંહ

દેશના મહાન ક્રાંતિકારી ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના બંગા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશન સિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. બાળપણથી જ તેમણે ઘરમાં એવું વાતાવરણ જોયું હતું, જેના કારણે તેમનામાં દેશભક્તિની ભાવના જાગી હતી. કદાચ આ પણ એક કારણ હતું કે આટલી નાની ઉંમરે તેમણે અંગ્રેજોને ભારતના યુવાનોની શક્તિ બતાવી હતી.

'મારું મૃત્યુ મારી દુલ્હન હશે'

ભગત સિંહની ઘણી બધી ક્રાંતિકારી વાર્તાઓ છે જેને વાંચશો તો તમારી આંખો ભીની થઈ જશે. ભારતના સામાન્ય પરિવારોની જેમ તેમના ઘરમાં પણ લગ્નની વાતો હંમેશા થતી હતી. પરંતુ તેમને પોતાના દેશ પ્રત્યે એટલો પ્રેમ હતો કે જ્યારે ઘરમાં તેમના લગ્નની ચર્ચા થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે, 'જો મારા લગ્ન અંગ્રેજોના શાસનમાં થશે તો મારું મૃત્યુ જ મારી દુલ્હન હશે.' શહીદ ભગત સિંહ વિશે એક એવી પણ પ્રસિદ્ધ વાર્તા છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમની માતા તેમને મળવા ગયા હતા. ત્યારે તેઓ જોરથી હસતા હતા. તેમણે કહ્યું કે, 'આ અંગ્રેજો ભલે મને મારી નાખે, પરંતુ તેઓ મારા વિચારોને ક્યારેય નહીં મારી શકે. તેઓ મને મારી શકે છે, પરંતુ તેઓ મારા આત્માને નહીં મારી શકે.'

શહીદ દિવસ

ભારતમાં દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ભારતના ત્રણ કાંતિકારીઓ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ પાકિસ્તાનની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જે કેસમાં ભગતસિંહને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તેની તારીખ 24 માર્ચ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ડરના કારણે અંગ્રેજોએ ત્રણ બહાદુર પુત્રોને 11 કલાક પહેલા જ ફાંસી આપી દીધી હતી. તે સમયે અંગ્રેજો એક યુવાન ભગત સિંહના વિચારોથી ડરતા હતા.

આ સમાચાર શેર કરો