'ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી સીએમ બનશે', ફારુક અબ્દુલ્લાએ કરી જાહેરાત
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે નેશનલ કોન્ફરન્સ (NC) અને કોં

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન 46 સીટો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ 41 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 5 સીટો પર આગળ છે. જમ્મુ કાશ્મીરના પરિણામના વલણો બાદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી સીએમ હશે.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપ 29 સીટો પર અને પીડીપી 4 સીટો પર આગળ છે. અપક્ષો અને નાના પક્ષો 9 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બડગામમાં જીત્યા અને ગાંદરબલમાં આગળ ચાલી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા સીટથી પાછળ છે. તેણે કહ્યું- હું લોકોનો નિર્ણય સ્વીકારું છું. બીજી તરફ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી હારી ગયા છે.




