VIDEO:નર્સની આત્મહત્યાના પ્રયાસથી કેરળમાં ખળભળાટ
કેરળના ઇડુક્કી જિલ્લાની એક હોસ્પિટલમાં કથિત માનસિક સતામણીથી કંટાળીને એક નર્સે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હ

કેરળના ઇડુક્કી જિલ્લાની એક હોસ્પિટલમાં કથિત માનસિક સતામણીથી કંટાળીને એક નર્સે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે અને સત્તારૂઢ CPM ની યુવા પાંખ DYFI તેમજ ભાજપના યુવા મોરચા દ્વારા હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બંને સંગઠનોના કાર્યકરોએ હોસ્પિટલ પરિસરમાં એકઠા થઈને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. વધતા લોકઆક્રોશ અને દબાણને જોતા હોસ્પિટલ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં ભરીને સતામણીના આરોપી સ્ટાફ સભ્યને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.



