મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગાંધી પરિવારમાંથી કોઈ પણ અનંત-રાધિકાના લગ્નમાં નહીં આપે હાજરી!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મ

ગાંધી પરિવારમાંથી કોઈ પણ અનંત-રાધિકાના લગ્નમાં નહીં આપે હાજરી!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપશે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ લગ્નમાં હાજરી આપશે નહીં. જોકે, સૂત્રો દ્વારા જાણકારી મુજબ સોનિયા ગાંધી અંબાણી પરિવારને શુભેચ્છા પાઠવશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 4 જુલાઇ 2024ના રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા 10 જનપથ પહોંચ્યા હતા. અહીં તેણે અનંત અને રાધિકાના લગ્ન માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું હતું.

આ સમાચાર શેર કરો