જમ્મુ કાશ્મીરના CM તરીકે પદભાર સંભાળતા જ ઉમર અબ્દુલ્લાનો મોટો નિર્ણય
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આજે જમ્મુ-કાશ્મી

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આજે જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘જ્યારે હું કોઈપણ રસ્તા પરથી યાત્રા કરું, ત્યારે મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડોર ન બનાવવામાં આવે. મારી યાત્રા દરમિયાન કોઈપણ ટ્રાફિકને અટકાવવામાં ન આવે. ટ્રાફિકમાં અડચણ ઉભી કરવાથી સામાન્ય લોકો પરેશાન થાય છે.’
મારા માટે કોઈપણ ટ્રાફિક રોકવાની જરૂર નથી: ઉમર અબ્દુલ્લા
ઉમર અબ્દુલ્લાએ બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, ‘મેં જમ્મુ-કાશ્મીરના ડીજી સાથે વાત કરી છે કે, જ્યારે પણ મારો કાફલો રસ્તા પરથી પસાર થાય, ત્યારે ગ્રીન કોરિડૉર બનાવવાની કે ટ્રાફિક અટકાવવાની કોઈ જરૂર નથી. મેં તેમને પ્રજાની અસુવિધા દુર કરવા માટે નિર્દેશ આપ્યો છે. મેં તમને સાયરસનો ઓછો ઉપયોગ કરવા પણ કહ્યું છે.’
કાફલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ
ઉમર અબ્દુલ્લાએ વર્ષ 2009થી 2014 સુધીના કાર્યકાળ દરમિયાન પોતાના કાફલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે આજે (16 ઓક્ટોબર) જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ગયા છે. તેમની સાથે પાંચ ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.






