મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચૂંટણી વચ્ચે શેર બજારે ફરીથી કર્યો કમાલ, નિફ્ટી પ્રથમ વખત 23 હજારને પાર

શેર બજારે સતત બીજા દિવસે ઈતિહાસ રચી દીધો છે. નિફ્ટી અને સ્ટોક એક્સેન્જ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા છે. નિફ્ટી

ચૂંટણી વચ્ચે શેર બજારે ફરીથી કર્યો કમાલ, નિફ્ટી પ્રથમ વખત 23 હજારને પાર

શેર બજારે સતત બીજા દિવસે ઈતિહાસ રચી દીધો છે. નિફ્ટી અને સ્ટોક એક્સેન્જ ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા છે. નિફ્ટી પ્રથમ વખત 23,000ને પાર કરી છે. જ્યારે શેરમાર્કેટે શરૂઆતનાજ 15 મિનીટમાં જ 75558ના નવા શિખર પર પહોંચ્યું છે.

નિફ્ટી પ્રથમ વખત 23,000ને પાર કરી

શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 82.59 પોઈન્ટ ઘટીને 75,335.45ના સ્તરે અને નિફ્ટી 36.90 પોઈન્ટની નબળાઈ સાથે 22930 પર ખુલ્યો હતો. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને નિફ્ટીએ ઈતિહાસ રચીને 23 હજારની સપાટી વટાવી દીધી. જ્યારે ગુરુવારે એટલે કે ગઈકાલે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ વધીને 75400ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી 22993 સુધી પહોંચી ગયો હતો.

BSE સેન્સેક્સના 22 શેરો ઘટ્યા 


BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં માત્ર 8 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 22 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો TCSના શેરમાં થયો છે. તે લગભગ 1 ટકા ઘટીને 3857 રૂપિયા પર આવી ગયો છે. જ્યારે L&Tના શેરમાં સૌથી વધુ 1.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે 3629 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.

આ સમાચાર શેર કરો