મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી! આતંકવાદી ઉમરના સાથીની ધરપકડ, જાણો શું કરી હતી મદદ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી! આતંકવાદી ઉમરના સાથીની ધરપકડ, જાણો શું કરી હતી મદદ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટના સંબંધમાં ફરીદાબાદના ધૌજના રહેવાસી સોએબની ધરપકડ કરી છે. સોએબ આ કેસમાં સાતમો આરોપી છે. NIA તપાસમાં ખુલાસો થયો છે કે તેણે આતંકવાદી ઉમર ઉન નબીને આશ્રય આપ્યો હતો અને વિસ્ફોટ પહેલા તેને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો.

વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. અગાઉ, NIAએ કાર બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી ઉમરના 6 સાથીઓની ધરપકડ કરી હતી. સોયેબની ધરપકડ તપાસમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

આ સમાચાર શેર કરો