VIDEO: હૈદરાબાદમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ઉપસ્થિતિમાં ફ્યુચર સિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું
સોર્સ : GSTV
હૈદરાબાદમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ઉપસ્થિતિમાં ફ્યુચર સિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા ઓફિસ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.નવા કાર્યાલયના પ્રારંભ સાથે ભવિષ્યના શહેરી આયોજન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવ્યવસ્થિત વિકાસ સંબંધિત કામગીરીને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ફ્યુચર સિટીના વિઝનને સાકાર કરવા માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નવા ભવનની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ અને રોકાણ આકર્ષવા માટે ફ્યુચર સિટી પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું પણ જણાવાયું હતું.

