હવે દેશમાં કાયદો 'આંધળો' નથી, ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવાઈ
સામાન્ય રીતે મોટાભાગના લોકોએ ફિલ્મોમાં અને કોર્ટમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની પ્રતિમાં જોઈ હશે. પરંતુ, સુપ્રીમ

સામાન્ય રીતે મોટાભાગના લોકોએ ફિલ્મોમાં અને કોર્ટમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની પ્રતિમાં જોઈ હશે. પરંતુ, સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવાની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. જેમાં ન્યાયની દેવીની આંખ પર બાંધેલી પટ્ટી હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં એટલું જ નહીં એક હાથમાં તલવારના બદલે બંધારણ છે. હવે ભારતીય ન્યાયતંત્રે પણ અંગ્રેજોના જમાનાને પાછળ છોડીને નવા રંગરૂપ અપનાવવાનું શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે દેશને સંદેશો આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. વાસ્તવમાં આ તમામ પ્રયાસો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યા છે.
CJI ઓફિસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદો ક્યારેય આંધળો હોતો નથી. જે દરેકને સમાન રીતે જુએ છે. જેના પગલે મુખ્ય ન્યાયાધીશ માનતા હતા કે ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. દેવીના એક હાથમાં તલવારના બદલે બંધારણ હોવું જોઈએ. જેથી સમાજમાં સંદેશ જાય કે તે બંધારણ મુજબ ન્યાય આપે છે.
કોણ છે આ ન્યાયની દેવી ?
કાનુનની દેવી વાસ્તવમાં યૂનાનની એક દેવી છે. તેનું નામ જસ્ટિયા છે. તેમના નામ પરથી જસ્ટિસ શબ્દ આવ્યો હતો. તેમની આંખો પર પટ્ટી બાંધેલી રહે છે તેનું પણ એક કારણ છે. આંખે પટ્ટી બાંધવાનો અર્થ એ છે કે ન્યાયની દેવી હંમેશા નિષ્પક્ષપણે ન્યાય આપશે. કોઈને જોઈને ન્યાય કરવો એ પક્ષપાતી હોઈ શકે છે. એટલા માટે તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી.






