હરિયાણાની ચૂંટણીમાં નેહરૂની એન્ટ્રી, PM મોદીએ અનામતને લઇને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પાંચ ઓક્ટોબરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પાંચ ઓક્ટોબરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
હરિયાણાની ચૂંટણીમાં નેહરૂની એન્ટ્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુરૂક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, "આ પરિવારે હંમેશા દલિતો, ઓબીસી, આદિવાસીઓનું અપમાન કર્યું છે. તમે યાદ રાખજો, નેહરૂજી જ્યારે પીએમ હતા ત્યારે તેમને અનામતનો વિરોધ કર્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. આટલું જ નહીં, નેહરૂએ કહ્યું હતું કે, અનામતવાળા નોકરી મેળવી જશે તો સરકારી સેવાની ક્વોલિટી ખરાબ થઇ જશે."
આ પરિવારે હંમેશા દલિતો, ઓબીસી, આદિવાસીઓનું અપમાન કર્યું છે. તમે યાદ રાખજો નેહરૂજી જ્યારે પીએમ હતા ત્યારે તેમને્ અનામતનો વિરોધ કર્યો હતો અને રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો પુરાવા હાજર છે. આટલું જ નહીં,. નેહરૂએ એમ પણ કહ્યું હતું કે અનામત વાળા નોકરી મેળવી જશે તો સરકારી સેવાની ક્વોલિટી ખરાબ થઇ જશે.ઓબીસી અનામત માટે કાકા સાહેબ કાલેલકરનું જે કમિશન રચાયું હતું અને જે રિપોર્ટ આપ્યો હતો તે ઓબીસી સમાજનું ભાગ્ય બદલનારો રિપોર્ટ હતો પણ નેહરૂએ તેને નજરઅંદાજ કરી દીધો હતો. નેહરૂ પછી ઇન્દિરાજી આવ્યા અને તેમને પણ ઓબીસી અનામત પર રોક લગાવીને રાખી હતી. જ્યારે દેશે તેમને સજા આપી અને જનતા પાર્ટીની સરકાર બની ત્યારે મોરારજી દેસાઇના નેતૃત્વમાં ત્યારે મંડળ આયોગ બન્યું. તે પછી ફરી કોંગ્રેસ આવી અને મંડળ કમિશનનો રિપોર્ટને નજરઅંદાજ કરવામાં આવ્યો. તે પછી રાજીવ ગાંધીએ પણ પોતાની સરકારમાં ઓબીસીને અનામત મળવા દીધુ નહતું. જ્યારે કેન્દ્રમાં ભાજપના સમર્થનથી અટલજીની સરકાર બની ત્યારે મંડળ આયોગનો રિપોર્ટ લાગુ થયો હતો. વીપી સિંહની સરકાર બની ત્યારે જનસંઘે સમર્થન કર્યું હતું. જે તે સમયે ઓબીસી સમાજને અનામત મળ્યું ત્યારે ભાજપનું સમર્થન હતું."
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ખટાખટ 8500 રૂપિયા આપવાનું ખોટું બોલી. લોકો 1 જુલાઇએ લાઇનમાં પૈસા માટે લાગી ગયા હતા પરંતુ તેમને કંઇ ના મળ્યું. પીએમ મોદીએ કોંગ્રેસને છેતરપિંડી અને ખોટા દાવા કરનારા ગણાવ્યા હતા.
ભાજપ જે કહે છે કે તેને પૂર્ણ કરે છે
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નાયબ સિંહ સૈની રાજ્યના વિકાસ માટે 24 કલાક તૈયાર છે. મુખ્યમંત્રીનું પછાત સમાજમાંથી પહોંચવુ મોટી સિદ્ધિ છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ જે કહે છે તેને પૂર્ણ કરે છે. ત્રણ કરોડ પાક્કા ઘરોને મંજૂર કર્યા છે. આ ગરીબોના સપનાનું ઘર હશે. એક કરોડ મહિલા લખપતિ દીદી બની ગઇ છે અને ત્રણ લાખને બનાવવાનું લક્ષ્ય છે. 70 વર્ષના વૃદ્ધોને પણ હવે પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય લાભ મળશે.








