Video: ચક્રવાત અર્નબને લઈને ઓરિસ્સામાં એલર્ટ મોડમાં એનડીઆરએફની ટીમ તૈનાત

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર બનેલું દબાણ ચક્રવાત અર્નબમાં પરિવર્તિત થઈ ગયું છે. જે 27 ઓક્ટોબર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈને આંધ્રપ્રદેશના તટ સાથે ટકરાશે. ઓડિશામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 225 ફાયર સર્વિસ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈનાત કરવામાં આવી છે. આ તરફ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ ન થાય અને સ્થિતિ પર સતત નજર રાખવા કડક નિર્દેશો આપ્યા છે.





