મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Modi 3.0ના મંત્રીઓનો પોર્ટફોલિયો તૈયાર, જાણો કોને મળી શકે છે કયુ મંત્રાલય?

નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના શપથ ગ્રહણ થઇ ગયા છે. કોણ કેબિનેટ મંત્રી બનશે અને કોણ રા

Modi 3.0ના મંત્રીઓનો પોર્ટફોલિયો તૈયાર, જાણો કોને મળી શકે છે કયુ મંત્રાલય?

નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના શપથ ગ્રહણ થઇ ગયા છે. કોણ કેબિનેટ મંત્રી બનશે અને કોણ રાજ્ય મંત્રી બનશે તેનો નિર્ણય પણ થઇ ગયો છે. હવે મંત્રીઓને મંત્રાલય મળવાની રાહ જોવામાં આવી રહી છે. પોર્ટફોલિયો તૈયાર છે પરંતુ વડાપ્રધાનની મોહર લાગવાની બાકી છે. જોકે, હજુ સુધી પૃષ્ટી થઇ નથી કે કોને ક્યું મંત્રાલય આપવામાં આવી શકે છે? આજે કેબિનેટની બેઠક મળવાની છે જેમાં નક્કી થશે કે ક્યા નેતાને ક્યુ મંત્રાલય મળશે.

9 જૂને ભાજપના નેતૃત્ત્વ ધરાવતા NDA ગઠબંધનની સરકાર બની હતી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા, તેમની સાથે 30 કેબિનેટ મંત્રી, 5 સ્ટેટ મિનિસ્ટર (સ્વતંત્ર પ્રભાર) અને 36 રાજ્ય મંત્રીઓે શપથ લીધા હતા. કોને ક્યો વિભાગ આપવામાં આવશે તેનો નિર્ણય સાંજે 5 વાગ્યે મળનારી કેબિનેટ બેઠકમાં થઇ જશે.

ટોચના નેતાઓને પોતાના મંત્રાલય મળવાની શક્યતા

સૂત્રો અનુસાર, ત્રીજી વખત મોદી કેબિનેટમાં સામેલ અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજનાથ સિંહને તેમના જૂના પોર્ટફોલિયો સંરક્ષણ મંત્રાલય મળી શકે છે. નીતિન ગડકરીને પણ તેમના જૂના મંત્રાલય રોડ અને પરિવહન મળવાની શક્યતા છે, કારણ કે જે રીતે તેમને પરિવહન ક્ષેત્રમાં આખા દેશમાં કામ કર્યું અને સિદ્ધિ મેળવી છે, તેને જોતા આ મંત્રાલય કોઇને આપવાનો સવાલ જ ઉભો થતો નથી. છતાં પણ અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી જ લેશે. ડૉ. એસ જયશંકરને વિદેશ મંત્રાલય મળે તેવી શક્યતા છે.

આ વખતે કેબિનેટમાં 2 નવા ચહેરા જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણ છે, તેમને ક્યુ મંત્રાલય મળશે તે ખબર નથી. જેપી નડ્ડાનો 5 વર્ષ પછી કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.નાણા મંત્રાલય આ વખતે નિર્મલા સીતારમણની જગ્યાએ કોઇ બીજાને આપવામાં આવી શકે છે. જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાનને પણ મહત્ત્વના મંત્રાલય મળી શકે છે. 

સહયોગી પક્ષના 11 સાંસદ બન્યા મંત્રી

મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના નેતૃત્ત્વ ધરાવતા NDA ગઠબંધનની સરકાર આ વખતે સહયોગી પક્ષની મદદથી બની શકી છે. 4 સહયોગી પક્ષ JDU, TDP,LJP અને શિવસેના જૂથનું ખાસ યોગદાન રહ્યું છે. મોદી કેબિનેટમાં આ વખતે સહયોગી પક્ષના 11 સાંસદોને પણ જગ્યા આપવામાં આવી છે. જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખતા OBC, દલિત, આદિવાસી વર્ગના નેતાઓને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર સહિત 6 પૂર્વ મુખ્યમંત્રી કેબિનેટમાં સામેલ થયા છે. તમામ 71 મંત્રી 24 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. 34 મંત્રી વિધાનસભાના સભ્ય રહી ચુક્યા છે. 23 મંત્રી પોત પોતાના રાજ્યમાં મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. એવામાં તમામ મંત્રી પદ સંભાળવાનો સારો અનુભવ ધરાવે છે, તેમના અનુભવને જોતા મંત્રાલય વહેંચવામાં આવે તેવી ચર્ચા છે.

આ સમાચાર શેર કરો