Video: નડ્ડાના નિવાસે NDA બેઠક

સોર્સ: gstv

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના NDA સાંસદો માટે અલગ-અલગ ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને રાજ્યોના NDA સાંસદોએ ભાગ લીધો હતો. ડિનર બેઠક દરમિયાન સાંસદો સાથે પરસ્પર સંવાદ અને રાજકીય તથા સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને રાજ્યો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અને સંસદીય કામગીરી અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. જે.પી. નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકોમાં NDAના સાંસદોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત