મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર/ NCPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, અજિત પવાર બારામતીથી લડશે ચૂંટણી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ પછી હવે અજિત જૂથની N

મહારાષ્ટ્ર/ NCPએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, અજિત પવાર બારામતીથી લડશે ચૂંટણી

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ પછી હવે અજિત જૂથની NCPએ 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. છગન ભૂજબળ યેવલા અને દિલીપ વાલસે પાટીલ આંબેગાવથી ચૂંટણી લડશે.

આ શરદ પવારની લોકસભા બેઠક છે જ્યાં આ વખતે તેમની દીકરી સુપ્રિયા સુલે જીત્યા હતા. સુપ્રિયા સુલેએ લોકસભા ચૂંટણીમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવારને હરાવ્યા હતા.

NCPએ જાહેર કરી 38 ઉમેદવારોની પ્રથમ યાદી

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠક જીતી હતી.

મહાયુતિએ અત્યાર સુધી 182 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે 99, શિવસેના (શિંદે જૂથ)ના 45 અને અજિત જૂથના 38 ઉમેદવારના નામ સામેલ છે.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે ચૂંટણી

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠક મળી હતી. જોકે, ચૂંટણી બાદ શિવસેના NDAથી અલગ થઇ ગઇ અને તેને NCP-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા. જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિવાદ ઉભો થયો હતો. તે બાદ એકનાથ શિંદેએ પાર્ટીના 40 ધારાસભ્યોને તોડ્યા હતા. એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બની ગયા હતા. હવે શિવસેના બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. શરદ પવારની NCP પણ બે ભાગ- શરદ પવાર અને અજિત પવાર જૂથમાં વહેંચાઇ ગઇ છે.

આ સમાચાર શેર કરો