મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી, કોંગ્રેસ સાથે મળીને બનાવશે સરકાર

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધનની સ

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી, કોંગ્રેસ સાથે મળીને બનાવશે સરકાર

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની છે. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપનું પ્રદર્શન પણ સુધર્યું છે.

જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કૂલ ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ પાંચ ધારાસભ્યોને નોમિનેટ કરશે. 5 ધારાસભ્યોના નોમિનેટ થવા પર આ સંખ્યા વધીને 95 થઇ જશે.

ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. ઉમર અબ્દુલ્લા બે બેઠક પરથી ચૂંટણી લડી હતી. બડગામ અને ગાંદરબલ બન્ને બેઠક પર ઉમર અબ્દુલ્લાને જીત મળી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તીના દીકરી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે.ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી હારી ગયા છે.

કઇ પાર્ટીને કેટલી બેઠક


પાર્ટી                
કેટલી બેઠક જીતી    
નેશનલ કોન્ફરન્સ 42
ભાજપ 29
કોંગ્રેસ 6
પીડીપી 3
જેપીસી 1
AAP 1

CPI(M)
1
અપક્ષ 7
ટોટલ 90
   

આ સમાચાર શેર કરો