નાયબ સિંહ સૈની આજે લેશે CM પદના શપથ, આ 12 ધારાસભ્યો બની શકે છે મંત્રી
નાયબ સિંહ સૈની આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમા

નાયબ સિંહ સૈની આજે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના ટોચના નેતૃત્વ અને અન્ય નેતાઓ હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહ માટે પંચકુલામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નાયબ સિંહ સૈની બુધવારે રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા. આ પહેલા તેમને પંચકુલામાં પાર્ટી કાર્યાલયમાં મળેલી બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
સંભવિત મંત્રી
1 અનિલ વિજ
2 મહિપાલ ધંડા
3 મૂળચંદ શર્મા
4 વિપુલ ગોયલ
5 કિશન લાલ પંવાર
6 અરવિંદ શર્મા
7 સુનિલ સાંગવાન
8 કૃષ્ણ ગેહલાવત
9 રણબીર ગંગવા
10 આરતી રાવ
11 કૃષ્ણ મિદ્ધ
12 રાવ નરબીર
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અનેક કેન્દ્રીય મંત્રીઓ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. આ પહેલા નાયબ સરકારમાં કયા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. જેમાં અનિલ વિજ, મહિપાલ ધાંડા, મૂળચંદ શર્મા જેવા નેતાઓના નામ ચર્ચામાં છે.






