Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mumbai: Unique installation of Ganpati Bappa in replica of Yuva Rickshaw, dedicated to father's struggle

VIDEO: મુંબઈ: પિતાના સંઘર્ષને સમર્પિત, યુવાને રિક્ષાની પ્રતિકૃતિમાં કરી ગણપતિ બાપ્પાની અનોખી સ્થાપના

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં ગણેશોત્સવની ભક્તિ વચ્ચે ગણપતિ બાપ્પાની એક અનોખી સ્થાપના ચર્ચાનું કેન્દ્ર બની છે.મુંબઈમાં રાહુલ વરિયા નામના યુવાને ઓટો-રિક્ષાની પ્રતિકૃતિમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને પોતાના પિતાના સંઘર્ષ, સમર્પણ અને મહેનતને અનોખી રીતે યાદ કર્યા છે. રાહુલ વરિયાના પિતા રોજગારની શોધમાં મુંબઈ આવ્યા હતા અને ઓટો-રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કર્યું હતું. એક તરફ મુંબઈ જેવા મહાનગરમાં જીવન શરૂ કરવું અને બીજી તરફ પરિવારની જવાબદારી નિભાવવીઆ બંને પડકારો વચ્ચે તેમણે વર્ષો સુધી સંધર્ષ કરીને ઓટો-રિક્ષા ચલાવી, પરિવારને મોટો કર્યો અને પોતાના બાળકોને આગળ વધવાની તક આપી. પિતાની આ મહેનત અને સમર્પણને યાદ કરીને રાહુલ વરિયાએ પોતાના પિતાના કટ આઉટ સાથે મુંબઇની લાઇફ લાઇન રિક્ષામાં ગણપતિની સ્થાપના કરીને અનોખી ઓળખ આપી છે. રાહુલે પોતાની લાગણીને ગણેશોત્સવ સાથે જોડીને ઓટો-રિક્ષા ગણપતિની અનોખી કલ્પના સાકાર કરી છે. સામાન્ય રીતે ગણપતિ બાપ્પાની સ્થાપના માટે અલગ-અલગ થીમ આધારિત પંડાલ અને સજાવટ કરવામાં આવતી હોય છે, પણ રાહુલે પોતાના પરિવારના જીવન સાથે જોડાયેલી ઓટો-રિક્ષાને જ બાપ્પાની સ્થાપનાનું માધ્યમ બનાવ્યું છે. રાહુલ માટે ઓટો-રિક્ષા માત્ર એક વાહનની પ્રતિકૃતિ નથી, પરંતુ તેમાં તેમના પિતાની વર્ષોની મહેનત અને પરિવાર માટેના સંઘર્ષની કહાની જોડાયેલી છે.

App Store

 મુંબઈ અને ઓટો-રિક્ષા એક બીજાના પર્યાય છે. મુંબઈની દોડતી જિંદગીમાં ઓટો-રિક્ષા સામાન્ય લોકો માટે પરિવહનનું મહત્વનું સાધન રહી છે. મુંબઇની રોજિંદી અવરજવરમાં ઓટો રિક્ષા મહત્વનો ભાગ છે. આજથી પચાસ વર્ષ પહેલા મુંબઇમાં આજના જેવો વિકાસ ન હતો દેશના જુદા જુદા ભાગમાંથી સપનના લઇને આવેલા લોકો માટે મુંબઇની ઓટો રિક્ષામાં ડ્રાઇવરની નોકરી કે રોજગારી શહેરમાં જીવન માટેનું એક સાધન હતું. રાહુલના પિતા કહે છે, 70ના દાયકાની શરુઆતમાં હું મુંબઇ આવ્યો હતો. અને રિક્ષા ચલાવીને કમાતો હતો. તેની આવકથી આ શહેરમાં બધુ ઉભું કર્યું અને પરિવારના બાળકોને ભણાવીને એક જગ્યા બનાવી.

રાહુલ વરિયાની ઓટો રિક્ષા ગણપતિની સ્થાપના મહેનતકશ લોકો માટે એક પ્રકારનું સન્માન છે. ઓટો રિક્ષા ગણપતિમાં પિતા-પુત્રના સંબંધો અને લાગણીપણ વ્યક્ત થાય છે. રાહુલ માટે આ મુર્તિ પિતાની મહેનત અને તેમના આશીર્વાદ સાથે જોડાયેલી ભાવના છે.