VIDEO: મુંબઈ: યુથ કોંગ્રેસનો ભાજપ કાર્યાલય બહાર વિરોધ
સોર્સ : gstv
હલ્દવાનીમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ યોજાયેલા કથિત શુદ્ધિકરણ વિવાદના વિરોધમાં યુથ કોંગ્રેસે મુંબઈના દાદર સ્થિત ભાજપ કાર્યાલય બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ઝીનત શબરીનની આગેવાની હેઠળ એકઠા થયેલા કાર્યકરોએ ભાજપ વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ વ્યક્ત કરતા મનુસ્મૃતિની નકલો સળગાવી હતી. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વાતાવરણ થાળે પાડવા માટે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પ્રદર્શનકારીઓએ આ ઘટનાને દલિત સમાજનું અપમાન ગણાવી કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. આ બનાવના કારણે વિસ્તારમાં તણાવ વધતાં ભાજપ કાર્યાલય આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

