Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mumbai: 'INS Nipun' inducted into Indian Navy

VIDEO: મુંબઈ: ભારતીય નૌકાદળમાં 'આઈએનએસ નિપુણ' સામેલ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય નૌકાદળની સામર્થ્યમાં વધારો કરતા સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત નિસ્તાર-ક્લાસના બીજા ડાઇવિંગ સપોર્ટ વેસલ 'આઈએનએસ નિપુણ' ને મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડ ખાતે વિધિવત રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ખાસ કમિશનિંગ સમારોહમાં નેવી ચીફ એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને જહાજનું લોકાર્પણ કર્યું હતું. 'આત્મનિર્ભર ભારત' ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતું આ યુદ્ધ જહાજ ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ, બચાવ કામગીરી અને દરિયાઈ સુરક્ષા મિશન માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આઈએનએસ નિપુણના કેપ્ટન એલ. એસ. સુબ્રમણિયને જહાજની ઓપરેશનલ ક્ષમતાઓ અને ક્ષેત્રિય સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા વિશે માહિતી આપી હતી. આ જહાજના સમાવેશથી ભારતીય નૌસૈનાની દરિયાઈ કમાન્ડ અને શોધ-બચાવ ક્ષમતાને નવી મજબૂતી મળશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News