VIDEO: મુંબઈ: બોમ્બ ધમકીના મેલ બાદ બીએમસી વડામથક બહાર સુરક્ષા ચુસ્ત કરાઈ
સોર્સ : gstv
મુંબઈના મેયર રીતુ તાવડેને તેમના સત્તાવાર ઈમેલ પર ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં બોમ્બ ધમાકા કરવાની ધમકી મળતાં ભારે સળવળાટ મચી ગયો છે. આ ધમકીભર્યા ઈમેલમાં મેયર કાર્યાલય, મુંબઈ મેટ્રો, શાળાઓ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ અને સાયબર ક્રાઈમ સેલે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મુખ્ય મથક બહાર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. પરિસરમાં આવતા દરેક મુલાકાતીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

