મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલ ખસેડાયા

NCP નેતા બાબા સિદ્દીક પર ફાયરિંગ થયુ છે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબ

મુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકી પર 3 રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલ ખસેડાયા

NCP નેતા બાબા સિદ્દીક પર ફાયરિંગ થયુ છે જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની બાંદ્રા ખેરવાડી સિગ્નલ ખાતેની ઓફિસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં NCP નેતા બાબા સિદ્દીકી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોણ છે બાબા સિદ્દીકી?

બાબા સિદ્દીકીની ગણના મુંબઈમાં લઘુમતી સમુદાયના મોટા નેતાઓમાં થાય છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ અજિત પવારના નેતૃત્વવાળી NCPમાં જોડાયા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ રાજકારણમાં સક્રિય છે. બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં ત્રણ વખત બાંદ્રા પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા. બાબા સિદ્દીકીએ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષનું પદ પણ સંભાળ્યું છે. બાબા સિદ્દીકીને 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા આશિષ શેલારથી હરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો